ગુજરાતી સુવિચારો / Gujarati Suvichar / 300 થી વધુ સુવિચારો એક જ પોસ્ટમાં
- શાળાએ સંસ્કારોનું સિંચન કરતું મંદિર છે.

- શાળા અને શિક્ષક માનવજીવનમાં આમૂલ પરિવર્તન આણે છે.

- કોઈ પણ દેશની પ્રગતિ તે દેશની શિક્ષણ વ્યવસ્થા પર આધાર રાખે છે.

- જે વ્યક્તિ દરેક નિરાશામાં તક શોધે છે તે હંમેશા સફળ બને છે.

- યુવાનીમાં આપણે શીખીએ અને વૃદ્ધાવસ્થામાં સમજીએ છીએ.

- સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે.

- ભગવાન પણ ભૂતકાળનેબદલી શકતો નથી પરંતુ ઈતિહાસકારો બદલી શકે છે.

- બીમારીના આવ્યા વગર સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી હોતી.

- ચિત્ર એટલે મૂંગી કવિતા અને કવિતા એટલે બોલતું ચિત્ર.

- પંખી ચાહે વાદળ થવા, વાદળ ચાહે પંખી થવા.

- એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ.

- જીવનને બદલવાની જરૂર નથી. જરૂર કેવળ અભિગમ બદલવાની છે.

- ફળને ચાખ્યા વિના વૃક્ષ વિશે કાંઈ કહેશો નહિ.

- મંદિર બહાર ભિક્ષુક, ભીતર હું, ફર્ક આટલો !

- પ્રસન્નતા બધા સદ્ગુણોની માતા છે.

- અડધોઅડધ દુનિયા અન્યના આનંદને સમજી શકતી નથી.

- દુનિયામાં સુખેથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો.

- અતિશય વેદના હસે છે. અતિશય આનંદ આક્રંદ કરે છે.

- આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.

- હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે.

- આશાની છીપલીમાં જ સિદ્ધિનાં મોતી નીપજે છે.

- આશા નાસ્તાનાં રૂપમાં સારી છે ભોજનનાં રૂપમાં ખરાબ.


- નિરાશા નિર્બળતાનું ચિહ્ન છે.

- ઇચ્છાઓ આકાશના જેવી અનંત છે.

- માનવીની ઇચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે.

- વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે.

- જેણે વધારે પરસેવો પાડયો છે એને લોહી ઓછું
બાળવું પડશે.

- હું તો પ્રયત્નનને જ પરમ સાફલ્ય માનું છું.

- આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે.

- લક્ષણોથી કિંમત અંકાય તે સત્યુગ. લક્ષ્મીથી કિંમત અંકાય તે કલિયુગ.

- બધી જ મહાન ભુલોના પાયમાં અહંકાર હોય છે.

- સફળતાની વાતો કરવાં કરતાં કામ કરીને નિષ્ફળ જવું સારું.

- દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે.

- મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા.

- પ્રકૃતિ ઇશ્વરનું પ્રકટ રૂપ છે અને કલા મનુષ્યનું.

- જીવિત વ્યક્તિઓની અનેક ભાષા હોય છે, મરેલાની એક.

- એક નાનકડો દોષ પણ સમગ્ર ગુણોનો નાશ કરી શકે છે.

- શબ્દોમાં શક્તિ તથા મનમાં ભક્તિ જોઈએ.

- રૂપાળી ચામડી કરતાં સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી છે.

- આળસુ મન શેતાનનું ઘર છે.


- સુંદર શરીરમાં મેલું મન જાણે કે સોનાની થાળીમાં લોઢાની મેખ.

- મનનું માન્યું તો મર્યા, મનને માર્યું તો જીત્યા.

- આજે દુર્લભમાં દુર્લભ ચીજ માણસ છે.

- 'મા'નો અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં મા જ થાય છે.

- આપણું સ્વર્ગ આપણી માતાના ચરણોની નીચે જ છે.

- માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી.

- એવું સત્ય બોલવું કે જે હિત, મિત અને ગાલ હોય.

- સત્યને જાણ્યા પછી તેને અમલમાં મૂકીએ તો જ જાણ્યું સાર્થક ગણાય.

- સત્ય સૂચક જ નહિ પ્રેરક પણ હોવું જોઈએ.

- ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.

- જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.

- સફળ થનારાનાં દુઃખ કોઈ જાણતું નથી.

- આપણે સમયને વેડફીએ પછી સમય આપણને વેડફે છે.

- સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતાં નથી.

- બીજાનું સુખ જોઈને દુઃખી થનારો ક્યારેય સુખી થઈ શકતો નથી.

- સુખ મેળવવાની તમન્ના જ પહાડ જેવાં દુઃખો ઊભા કરે છે.

- વ્યક્તિની ધીરજ જ તેને મુશ્કેલીમાંથી ઉગારે છે.

- જે વ્યક્તિ ધીરજ રાખી શકે તે ઈચ્છે તે મેળવી શકે છે.

- મહાન વ્યક્તિઓ વિપત્તિ આવે ત્યારે ધૈર્ય રાખે છે.

- ધીરજ આપણામાં રહેલી નિર્બળતામાં સહાયક છે.

- સદ્ગુણોનું મૂળ નમ્રતા છે.

- નમે તે સૌને ગમે.

- જે તારી સામે ઝૂકી જાય તેની સામે તું પણ ઝૂકી જા.

- મારી નમ્રતા મને હંમેશાં નુકસાનકારક નીવડી છે.

- તમામ ધર્મોનું સાધારણ તત્ત્વ નમ્રતા અને વિનય છે.

- પોતાની શક્તિની સભાનતા આપણને નમ્રતા આપે છે.

- નમ્રતા સમસ્ત ગુણોની આધારશિલા છે.

- મહાપુરુષો જે ઉપકાર કરે છે તેનો બદલો નથી માંગતાં.

- ઉપકાર ભૂલે તે મૂર્ખ અને ઉપકારને કહી બતાવે તે મહામૂર્ખ

- પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગ સોપાન છે.

- તલવાર મારે એક વાર, ઉપકાર મારે વારંવાર.

- જે આપ્યું તે બચશે અને જે બચાવ્યું તે રહી જશે.

- પરોપકાર, પુણ્ય અને પરપીડા પાપ છે.

- સાપ અને પાપ બંને લપાઈ લપાઈને આગળ વધે છે.

- છુપાઈને કરેલું પાપ જીવનભર કાંટાની જેમ સતત દુખ્ય કરે છે.

- સભાનતામાં કરેલું પાપ પણ પુણ્ય બની જાય છે.

- પાપ ન કરવું એ જ દુનિયાની ભલાઈ કરવા જેવું છે.

- જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.

- પુસ્તકો વગરનું ઘર બારી વગરના મકાન જેવું છે.

- ભક્તિ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજમાર્ગ છે.

- હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો રે.

- વ્યક્તિના શ્રેષ્ઠ ગુણોને વિકસાવવાનું કામ કરતી વિધા એટલે ભક્તિ.

- ભાગ્યની બાબતમાં એક વાત તો નિશ્ચિત જ છે કે તે જરૂરથી બદલાશે જ.

- પ્રત્યેક મનુષ્ય પોતાના ભાગ્યનો શિલ્પી છે.

- જેહના ભાગ્યમાં જેહ સમયે જે હોય, તેહને તે સમયે તે પહોંચે.

- ભાગ્ય સાહસીનો પક્ષ લે છે.

- માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે.

- ભાષાની સમૃદ્ધિ સ્વતંત્રતાનું બીજ છે.

- ભાષા ક્યારેય મરતી નથી.

- ભાષા એટલે વિચારોનો પહેરવેશ.

- જીવન સિવાય બીજું કોઈ ધન નથી.

- મૃત્યુનું કારણ કોઈ રોગ કે અકસ્માત નથી પણ જન્મ છે.

- જન્મ અને મૃત્યુ જગતના બે નિર્વિવાદ સત્ય છે.

- મૃત્યુ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નહિ.

- જીવનમાં ભય પામવા જેવું કશું જ નથી, બધુંય સમજવા જેવું હોય છે.

- હું સફળ થવા નથી ઇચ્છતો, હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય.

- જીવન સિવાય બીજું કોઈ ધન નથી.

- જીવન એક આશ્ચર્ય-શૃંખલા છે.

- તમારું દૈનિક જીવન જ તમારું મંદિર અને તમારો ધર્મ છે.

- જ્ઞાન હૃદયમાં રહે છે, પુસ્તકોમાં નહિ.

- જે જ્ઞાન આચરણમાં પ્રગટ નથી થતું તે જ્ઞાન કેવળ બોજારૂપ છે.

- જે પરાધીન છે તે બધુ દુઃખ છે અને જે સ્વાધીન છે તે
બધું સુખ છે.

- રાક્ષસ પણ પોતાના સ્વાર્થ માટે ઈતિહાસ અને પુરાણનું પ્રમાણ આપી શકે છે.

- સ્વાસ્થ્ય વિના જીવન જીવન જ નથી.

- પહેલું સુખ તે જાતે નર્યા.

- સારી પાચનશક્તિ ભૂખ પર આધાર રાખે છે અને સ્વાસ્થ્ય બન્ને પર.

- હાસ્ય એ પ્રેમની ભાષા છે.

- હાસ્ય વગરનું જગત વિનાશને પાત્ર છે.

- હાસ્યનું મૂળ આનંદમાં નહિ પણ વેદનામાં છુપાયેલું છે.

- હાસ્ય એ જીવનનો રસ છે.

- જે પોતાની જાત પર હસી શકે તેના પર કોઈ હસતું નથી.

- યુદ્ધનું અંતિમ લક્ષ્ય શાંતિ જ હોય છે.

- સારું યુદ્ધ અને ખરાબ શાંતિ જેવી વસ્તુઓ ક્યાંય સાંભળી નથી.

- યૌવન શોભે છે સંયમથી અને સૌંદર્ય શોભે છે શીલથી.

- યૌવનને ચાબુકની નહિ, લગામની જરૂર છે.

- ધન ઉછીનું લેવાથી તે વધુને વધુ વપરાય છે.

- વર્તમાનથી ભવિષ્યને ખરીદી શકાય છે.

- વાણીનો કાળ હોય છે, મૌનની અનંતતા.

- જો તમે એકવાર બોલતાં પહેલાં બે વાર વિચારશો તો
તમે સારું જ બોલશો.

- ક્રોધ કરતી વખતે વ્યક્તિ સૌથી વધુ ક્રૂરતા પોતાની જાત પર આચરે છે.

- ક્રોધ નિર્બળ મનની નિશાની છે.

- ક્રોધને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી.

- ગુસ્સાનો આરંભ મૂર્ખાઈથી અને અંત પશ્ચાતાપથી આવે છે.

- શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા છે. હોવી જોઈએ.

- ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈપણ ગ્રંથ વાંચ્યા વિના પંડિત થઈ શકે.

- શિક્ષક જો ભ્રષ્ટ હશે તો જગત આખુંય ભ્રષ્ટ થશે.

- શિક્ષક સતત શીખતો ન રહે, તો એ કદી શીખવી ન શકે.

- સંતપુરુષો સો યુગનાં શિક્ષક છે.

- આ જગતમાં સૌથી ઉત્તમ આભૂષણ ચારિત્ર્ય છે.

- અવસર ચૂકી જનારને પછતાવું પડે છે.

- તક ભાગ્યે જ બીજી વાર મળે છે.

- તક ગુમાવવી એટલે સફળતા ગુમાવવી.

- અવસર વગર બોલવું વ્યર્થ છે.

- મૂર્ખાઓ જ અભિમાન કરે છે.

- માણસ જેટલો નાનો તેટલો તેનો અહંકાર મોટો.

- અભિમાન કરનાર માનવીનું પતન નિશ્ચિત હોય છે.

- દુર્બળ શરીરમાં અહંકાર પ્રબળ હોય છે.

- અભિમાનથી માનવી કુલાઈ શકે છે, ફેલાઈ શકતો નથી. આ અહં જ અમારી સીમા છે.

- અહિંસા એટલે બીજાના જીવન પ્રતિ તેમના વ્યક્તિત્વ
પ્રત્યે આદર.

- વ્યર્થ અને ઉપયોગ વગરનું જીવન શીઘ્ર પ્રાપ્ત મૃત્યુ છે.

- બીજા સાથે તેવો વ્યવહાર કરો જેવો તમે તમારી સાથે ઇચ્છતા હો.

- બીજાને નાના સમજવું સહેલું છે, પણ પોતાને નાના સમજવું ઘણું અઘરું.

- કોઈને પ્રેમ કરો તો જોઈને કરજો તેને નિભાવવો ખૂબ મૂશ્કેલ છે.

- જેણે કદી ભૂલ નથી કરી તેને કંઈ નવું શીખવાનો પ્રયત્ન પણ નથી કર્યો.

- શિક્ષક મીણબત્તી સમાન છે, જે સ્વયં બળીને બીજાને
પ્રકાશ આપે છે.

- ભવિષ્યની આશા સારા માનવ સંશોધનો પર નહિ પણ માનવ સંબંધો પર આધાર પામેલી છે.

- સુખ પેદા કર્યા સિવાય સુખ ભોગવવાનો કોઈને અધિકાર નથી.

- દોડવું નકામું છે, મુખ્ય વાત તો સમયસર ચાલવું જ છે.

- સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે.

- ચારિત્ર્યમાં એક થોડો ડાઘ પડવાથી મનુષ્યની તમામ કીર્તિ ઉપર કાળાશ છવાઈ જાય છે.

- નબળા ચારિત્ર્યવાળી વ્યક્તિ નિર્બળ છોડ જેવી છે જે પવનના પ્રત્યેક સપાટે ઝૂકી જાય છે.

- ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.

- જેણે મિત્રને દાનથી, શત્રુને યુદ્ધથી, ખાનપાનથી પત્નીને જીતી છે તેનું જીવન સફળ છે.

- જીવન એક બાજી છે. જેમાં હાર-જીત આપણાં હાથમાં નથી પણ બાજી રમવી આપણા હાથમાં છે.

- દુઃખ તમે છોડી દો, આનંદ તો મળેલો જ છે. તમે ખોટાને છોડી દો, સાર્થક તો ઉપલબ્ધ જ છે.

- ધર્મ એક જ છે પણ તેનાં સંસ્કરણો છે.

- કલા એટલે અપૂર્ણમાંથી સંપૂર્ણ બનવાનો પ્રયત્ન.

- કલા પ્રકૃતિની પુત્રી છે.

- નિયમ અને નમૂનાઓ પ્રતિભા તથા કલાનો નાશ કરે છે. કલાકારનું અમરત્વ એની ભાવનામાં છે.

- શિખવવું એ કળા છે. પદ્ધતિએ કળાનાં હથિયાર છે.

- કલાનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સૌંદર્ય છે.

- અત્યંત ક્રોધી સ્વભાવવાળો આંખ હોવા છતાં પણ આંધળો છે.

- ક્રોધને કડવા વેણ સાથે વિશેષ મેળ હોય છે.

- ક્રોધમાં માણસનું મોઢું ઉઘાડું રહે છે અને આંખ બંધ રહે છે.

- ગુસ્સે થવાનો અર્થ એ છે કે બીજાની ભૂલોની સ્વયંને સજા કરવી.

- ક્રોધનું તોફાન વિવેકનો નાશ કરે છે.

- વિવાદોથી દૂર રહેવું એ સફળ માણસનું લક્ષણ છે.

- એકવાર પરણવું ફરજ છે, બીજીવાર ભૂલ અને ત્રીજીવાર ગાંડપણ છે.

- ઉતાવળથી લગ્ન કરનાર આરામથી પસ્તાય છે.

- એકવાર જેણે વિશ્વાસઘાત કર્યો હોય તેનો કદી વિશ્વાસ
ન કરવો.

- અવિશ્વાસ ધીમી હત્યા છે.

- શ્રદ્ધા બળવાન પર હોય છે અને દયા કમજોર પર હોય છે.

- સાધનાની સફળતાનો આધાર વિશ્વાસ પર હોય છે.

- વૃદ્ધાવસ્થા વિચાર કરે છે અને યૌવન સાહસ કરે છે.

- હું સુખી છું કારણ કે મારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી.

- એ સુખનું કંઈ મહત્ત્વ નથી જે થોડી ઘણી વેદના વિના જ મળે -
2222222222

- જે સૌંદર્યમાં ભોળપણ ન હોય તે બનાવટી સૌંદર્ય છે.

- સૌંદર્ય પવિત્રતામાં રહે છે અને સદ્ગુણોમાં ચમકે છે.

-સુંદર વસ્તુ શાશ્વત આનંદ છે.

- સાચી સુંદરતા આંતરિક સુંદરતા છે.

- સત્ય કરતા સૌંદર્યને વધુ માન મળે છે.

- વિચારોનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઇ અસર ઉપજાવે છે.

- સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.

- મનુષ્ય સ્વતંત્રતાથી જ સુખ પ્રાપ્ત કરે છે.

- સ્વતંત્રતાનો અનુભવ કરવો એ જ જીવન છે.

- ચારિત્ર્ય જ મનુષ્યની શ્રેષ્ઠ મૂડી છે.

- ચારિત્ર્ય શુદ્ધિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.

- ચારિત્ર્યનો વિકાસ તમારી પ્રતિભાનો વિકાસ છે.

- ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે. બુદ્ધિથી ચાચિ નથી આવતું.

- ચિંતા સજીવને બાળે છે, જ્યારે ચિતા નિર્જીવને બાળે છે.

- કામનાં બોજા કરતાં તેની ચિંતા તેને મારી નાખે છે.

- જીવવું એ એવું ગીત છે કે મરવું તેનું ધ્રુવપદ છે.

- મોત કાયરોને વળગે છે. જ્યારે બહાદુરોને ભેટે છે.

- મૃત્યુ રૂદન કરાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે તેવું નહિ.

- મૃત્યુથી વધુ સુંદર કોઈ ઉત્સવ નથી.

- આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે.

- પ્રાર્થનાની ખૂબી એ છે કે તે બધા પ્રલોભનો પર વિજય અપાવે છે.

- પોતાનું કામ નિષ્ઠાપૂર્વક પ્રીતિથી કરવું એ પણ પ્રભુની પ્રાર્થના જ છે.

- ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

ભય માણસને દબાવે છે જ્યારે પ્રેમ માણસને ઉઘાડે છે.

-વેરમાં વાંધો છે અને સ્નેહમાં સાંધો છે.

- પ્રેમ હોય તો માનવ સુખ-સગવડ વિના પણ આનંદથી જીવી શકે છે.

- પ્રેમ એક રંગીન સ્વપ્ન છે જેની શરૂઆત 'વાહ' અને અંત 'આહ'માં થાય છે.

- જે સ્વભાવે નિર્દોષ ન હોય તે ભક્ત ન હોઈ શકે.

- પુરુષ જ્ઞાનનું અને સ્ત્રી ભક્તિનું પ્રતીક છે.

- આપણું સર્વસ્વ અર્પણ કરવું એટલે ભક્તિ.

- કોઈ ઉત્તમ પુસ્તકના વાંચનથી નૂતન યુગનો આરંભ થતો હોય છે.

- પુસ્તકાલય જ્ઞાનની પરબ છે.

- જેની કીર્તિ નષ્ટ થઈ જાય છે તેનું જીવન જ નષ્ટ થઈ જાય છે.

- જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ ગણાય.

- નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો સુગંધ તો આવવાની જ.

- કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે.

- આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કીર્તિપ્રાપ્ત થાય છે.

- કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે.

- મિથ્યા પ્રશંસા ઘણી જ દુઃખદાયક હોય છે.

- દુનિયાની કલ્પનાતીત વસ્તુઓ પ્રાર્થનાથી ફલિત થાય છે.

- કોઈ ઉત્તમ પુસ્તકના વાંચનથી નૂતન યુગનો આરંભ થતો હોય છે.

- પુસ્તકાલય જ્ઞાનની પરબ છે.

- જેની કીર્તિ નષ્ટ થઈ જાય છે તેનું જીવન જ નષ્ટ થઈ જાય છે.

- જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ ગણાય.

- નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો સુગંધ તો આવવાની જ.

- કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે.

- આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કીર્તિપ્રાપ્ત થાય છે.

- કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે.

- મિથ્યા પ્રશંસા ઘણી જ દુઃખદાયક હોય છે.

- દુનિયાની કલ્પનાતીત વસ્તુઓ પ્રાર્થનાથી ફલિત થાય છે.

- ઉદ્દેશ્ય વગરનું જ્ઞાન આડંબર માત્ર છે.

- જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન,

- પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે.

- જ્ઞાનનું લક્ષણ સત્ય છે અને સત્ય આત્માની ભૂખ છે.

- જવાબદારી આવી પડતાં જ્ઞાન આપોઆપ આવી જાય છે.

- પરાધીનતા દુઃખરૂપ છે જ્યારે સ્વાધીનતા સુખરૂપ છે. ધર્મ દેખાડવાનો નહિ પણ આચરણનો વિષય છે.

- સંસારની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે શિક્ષણ.

- જ્ઞાન મનુષ્યને તારે છે. પરંતુ જ્ઞાનનું અભિમાન તેને મારે છે.

- ધર્મ જનતા માટે અફીણનું કામ કરે છે.

- ધર્મ એક જ છે પણ તેના સંસ્કરણો ઘણાં છે.

- નવા દોસ્ત અને જૂના શત્રુથી હંમેશા સાવધ રહેવું.

- ઉપકાર મિત્ર હોવાનું ફળ છે અને અપકાર શત્રુ હોવાનું લક્ષણ.

- આત્માના છ શત્રુઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર,

- સંકલ્પ જ મહાન કાર્યોનો સર્જક હોય છે.

- સંકલ્પવાન માણસ નિષ્ફળ જાય તો પણ હતાશ થતો નથી.

- સંકલ્પથી જ મનની ઉપર વિજય મળી શકે છે.


- સાધુ નામ અર્થાત્મક નથી, આચરાત્મક છે.

- સામાજિક ગુણ સંત માટે દોષ કહેવાય છે.

- જ્યારે શિષ્ય તૈયાર થાય છે ત્યારે ગુરુ આવી ચડે છે.

- જેને બધી વાતોએ સંતોષ છે તે જ સાચો ધનવાન.

- જરૂરિયાત ગરીબને સંતુષ્ટતા ધનવાનને સુધારી દે છે.

- તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે.

- મિત્રવિહીન માણસ એટલે તારાવિહીન આકાશ અને પક્ષીવિહીન ઉપવન.

- તમારો મિત્ર તમારી મર્યાદાઓથી પરિચિત છે છતાં તમને ચાહે છે.

- મૈત્રીનો અભાવ છે, મિત્રનો નહિ.

- જ્યાં દેવદૂતોને પણ જવાનો ભય લાગે છે ત્યાં મૂરખાઓ દોડી જાય.

- મૂર્ખાને માટે ચૂપ રહેવું ગુણ છે.

- બુદ્ધિમાનોનો એક દિવસ મૂર્ખાઓની જિંદગી બરાબર છે.

- બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.

- મૂર્ખ અને મડદું આ બંને પોતાના વિચારો બદલતાં નથી.

- શાસ્ત્રમાં બધાની દવા છે માત્ર મૂર્ખતાની દવા જ નથી.

- તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે.

- મિત્રવિહીન માણસ એટલે તારાવિહીન આકાશ અને પક્ષીવિહીન ઉપવન.

- તમારો મિત્ર તમારી મર્યાદાઓથી પરિચિત છે છતાં તમને ચાહે છે.

- મૈત્રીનો અભાવ છે, મિત્રનો નહિ.

- જ્યાં દેવદૂતોને પણ જવાનો ભય લાગે છે ત્યાં મૂરખાઓ દોડી જાય.

- મૂર્ખાને માટે ચૂપ રહેવું ગુણ છે.

- બુદ્ધિમાનોનો એક દિવસ મૂર્ખાઓની જિંદગી બરાબર છે.

- બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.

- મૂર્ખ અને મડદું આ બંને પોતાના વિચારો બદલતાં નથી.

- શાસ્ત્રમાં બધાની દવા છે માત્ર મૂર્ખતાની દવા જ નથી.

- ફક્ત દૃઢ ઇરછાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે.

- કોઈ પણ અપેક્ષા ન રહે... એ એક માત્ર અપેક્ષા છે.

- કામ કર્યા સિવાય ધન મેળવવાની ઇચ્છા રાખનાર માણસ મૂર્ખ કહેવાય.

- ઈશ્વરનો સ્વભાવ છે પ્રેમ અને તેની ભાષા છે મૌન.

- હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે હું અંદરથી સુંદર થાઉં.

- હાથની શોભા દાનથી વધે છે, આભૂષણોથી નહિં.

- કંજૂસ માણસ લુહારની ધમણ જેવો છે. જે શ્વાસ લેતો રહે છે પણ જીવતો નથી.

- જ્યાં દયાા નથી ત્યાં અહિંસા નથી.

- પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.

- ધન એ અથાક પરિશ્રમનું ફળ છે.

- આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.

- અહિંસાનો અર્થ છે, ઈશ્વર પર ભરોસો રાખવો.

- મનુષ્યવધએ માનવક્રૂરતાની ચરમસીમા છે.

- જીવન નાના જીવોની રક્ષાથી સફળ થાય છે તેઓના નાશથી નહિ

- આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.

- જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.

- આત્મવિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે.

- મહાન કાર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે.

- જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.

- પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.

- જે આનંદમાં બધા સહભાગી ન હોય, તે અપૂર્ણ છે.

- આત્મા સુધી નેત્ર ન જઈ શકે, વાણી ન જઈ શકે કે મન ન જઈ શકે.

- 'અજ્ઞાની માટે મૌન જ શ્રેષ્ઠ' આ પંક્તિ સમજાય તો તે અજ્ઞાની જ ન રહે.

- તકને ઝડપી લેવી તે જ સફળતાની ચાવી છે.

- તક અને તૈયારી ભેગા મળે તેને 'ભાગ્ય' કહેવાય માટે તકને ઝડપવા તૈયાર રહો.

- તકની એક ખાસિયત છે કે તે આવે તેના કરતાં જાય ત્યારે મોટી લાગે છે.

- નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલી શોધે છે અને આશાવાદી માણસ દરેક મુશ્કેલીઓમાં તકને શોધે છે.

- સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.

- પ્રસન્નતા એક એવી વસ્તુ છે કે જેમાં વ્યક્તિને શક્તિ મળે છે, શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે.

- શિક્ષણની કિંમત માતાના ધાવણ જેટલી છે.

Post a Comment

0 Comments